Tuesday 22 March 2022

ગુજરાતના આંગણે એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સપો

 ભારતમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદનને વેગ મળે અને આપણા નાગરિકોને રોજગારી મળી રહે તે માટે ગુજરાતમાં આગામી ૧૦થી ૧૪ માર્ચ સુધી ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ યોજાશે. રક્ષા ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ અગત્યનું સોપાન સિદ્ધ થશે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના આયોજનથી રક્ષા ક્ષેત્રના ઉદ્યોગો અને તે માટેના મૂડીરોકાણકારોને ગુજરાતમાં સ્થાયી થવાની તક મળશે. ડિફેન્સ એક્સ્પોની આ ૧૨મી આવૃત્તિ લૅન્ડ, નેવલ અને હોમલૅન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સના પ્રદર્શન પરની મેગા ઇવેન્ટ છે. 

  • ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ મેજર ફૉરેન ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મૅન્યુફૅકચર (OEMs)ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે.
  • 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના વર્ષે આયોજિત ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની થીમ ‘પાથ ટુ પ્રાઇડ’ છે, જે ભારતના લોકોની સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસને પણ પ્રદર્શિત કરશે.
  • ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨નું આયોજન ત્રણ સ્થળોએ - ત્રણ ફૉર્મેટમાં કરવામાં આવ્યુ છે, 
    1. હેલિપૅડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે પ્રદર્શન; 
    2. મહાત્મા મંદિર કન્વેન્શન ઍન્ડ એક્ઝિબિશન સેન્ટર (MMCEC) ખાતે ઇવેન્ટ્સ અને સેમિનાર અને 
    3. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે,

No comments:

Post a Comment

બંધ સુરક્ષા વિધેયક, 2019

Mewada's Current Affairs બિલની મુખ્ય વિશેષતાઓ: ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિ :   ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવ...